Blog Archive

Thursday, 15 August 2019

જ્ઞાનપરબ એક નવતર વિચાર

 એક નવતર પ્રયોગ

અમારી જ્ઞાન કી પાઠશાલા બાકરોલ સમયે સમયે નવતર પ્રયોગો અમલ કરતી રહે છે ત્યારે અમારી શાળાના આચાર્યશ્રી ને એક નવીન  વિચાર આવતા આજે સ્વાતંત્ર પર્વ નિમિતે એક નવતર પ્રયોગ ખુલ્લો મુકવા જઈ રહી છે. શાળામાં અબોલા પક્ષીઓ ને ચણ ચણવા અને નિરાંતે બેસવા માટે થઇ ચબુતરો બનાવવામાં આવ્યો સાથે બાળકોનાં વાંચન હિતાર્થે એક સૌથી અલગ પ્રયોગ કદાચ કાલોલ તાલુકામાં પ્રથમ બાકરોલ શાળા અમલ કરવાં જઈ રહી છે તે છે " જ્ઞાન પરબ " આ જ્ઞાન પરબ શાળા મેદાનમાં ચબુતરા નીચે કૂંજાના આકારમાં  બનાવવામા આવી છે જેમાં હવે પુસ્તકો મુકવામા આવશે.આ પુસ્તકો બાળકો જ્યારે શાળામાં વહેલા આવી જાય, રિસેસ સમય માં ફ્રી પડે ત્યારે તેમજ રવિવારે સવારના સમયમાં આ જ્ઞાન પરબ ખુલ્લી રહેશે ત્યારે તેમાંથી પોતાને મનગમતા પુસ્તકો લઇ વાંચન કરી પોતાના જ્ઞાન માં વધારો કરશે. આ જ્ઞાન પરબ અને ચબુતરા નું ઉદ્દગાટન ગામના પ્રથમ નાગરિક એવા આદરણીય સરપંચસાહેબશ્રી તેમજ તમામ હાજર ગ્રામજનોની અને વ્હાલા બાળકોની ઉપસ્થિતીમાં રીબીન ખોલી કરવામાં આવ્યું હતું. સાથે શાળાના આચાર્યશ્રી એ આ વિચારધારાને કેવી રીતે બાળકો લાભ લેશે તે તમામ ગ્રામજનો ને સમજાવવામાં આવ્યું હતું.



સ્વાતંત્ર પર્વ ઉજવણી

 સ્વાતંત્ર પર્વ ઉજવણી

આજરોજ શાળામાં 73 માં સ્વાતંત્ર પર્વ ની શાનદાર ઉજવણી ક
રવામાં આવી હતી. મોટી સંખ્યા માં ગ્રામજનો ની ઉપસ્થિતિ રહી હતી.શાળા માંથી ચાલુ વર્ષે સુલેખન સ્પર્ધા માં રાષ્ટ્રીય કક્ષાએ પ્રમાણપત્ર મેળવતા બે વિધાર્થીઓ ને સરપંચશ્રી ની હાજરીમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.







 નવોદય ક્રાંતિ પરિવાર દ્વારા થોડા સમય પહેલાં સ્માર્ટ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જે આજે સ્વાતંત્ર પર્વ નિમિતે  ગામના આદરણીય સરપંચસાહેબશ્રી તેમજ શાળા સમિતિ ના અધ્યક્ષશ્રી ને આચાર્યશ્રી એ અર્પણ કર્યો હતો.

અનોખી રક્ષાબંધન ઉજવણી

નીત નવા પ્રયોગો કરતી અમારી જ્ઞાન કી પાઠશાલા નો વધુ એક નવતર પ્રયોગ.
         શાળાની દીકરીઓએ ભાઈઓને  બાંધીને રક્ષાબંધન  પર્વની ઉજવણી કરી

આ ઉપરાંત આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનું જતન કરવા માટે વિવિધ વૃક્ષોનું પૂજન કરવામાં આવે છે તે જ રીતે શાળાના વૃક્ષોનું કુમકુમ તિલક કંકુ ચોખા કરીને રાખડી બાંધવામાં આવી હતી.... ઠંડી ગરમી
અને વરસાદથી બારેમાસ શાળાના વૃક્ષો બાળકોનું રક્ષણ કરે,  શાળાની શોભા તેમજ શાળાના પર્યાવરણનું અભિન્ન અંગ એટલે શાળાના વૃક્ષો.   આ વૃક્ષો પ્રત્યે બાળકોમાં પ્રેમ જાગે તેમજ તેમનું રક્ષણ કરતા થાય તેવા આશય સાથે શાળાના  બાળકો એ શાળામાં આવેલા વૃક્ષોને  રાખડી બાંધીને અનોખો રક્ષાબંધન કાર્યક્રમ ઉજવ્યો હતો.









રક્ષાબંધન વર્કશોપ

હવે રક્ષાબંધન ને માત્ર બેજ દિવસ બાકી છે ત્યારે બાળકોને શાળામાં શિક્ષણ તો ખરું જ પણ સાથે સાથે સર્વાંગી વિકાસ અને બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા શાળા માં સમયાંતરે વિવિધ વર્કશોપ કરવામાં આવે છે ત્યારે આજે શાળાના શિક્ષકા બેનશ્રી સોનલબેન ના માર્ગદર્શન હેઠળ જાત જાત ની ડિઝાઇન વાળી રાખડી બનાવવામાં આવી. આજ રાખડી આવતી કાલે બાલિકા ઓં બાળકોને બાંધી રક્ષાબંધન નો પવિત્ર તહેવારની ઉજવણી કરશે.






એક બાળ, એક છોડ

કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના  બાળકો ની વિશેષ ઉજવણી "એક બાળ એક છોડ "

 ચાલુ વર્ષે એક નવતર પ્રયોગ અમારા બાળકો  દ્રારા રક્ષાબંધન ના દિવસે   વૃક્ષો ને રાખડી બાંધી મનાવશે તહેવાર.

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળા આમતો હરિયાળી વાતાવરણ ધરાવે જ છે શાળામાં મોટા વૃક્ષ તો ઘણાજ પ્રમાણમાં છે જેના લીધે ઉનાળામાં ક્યારેય ગરમીનો એહસાસ થતો નથી છતાં એક નવતર પ્રયોગ છેલ્લા બે વર્ષથી હાથ ધર્યો છે જે એક બાળ એક છોડ એક નાનકડા પણ ઉત્કૃષ્ટ વિચારો સમગ્ર ગુજરાતના પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત નવી દીશા ચીંધી છે.

ગ્લોબલ ર્વોિંમગ પ્રદૂષણ અને ઓછા વરસાદ સામે શાળાએ જંગ માંડયો છે. શાળામાં પ્રવેશ મેળવનાર દરેક બાળક એક છોડ પોતાના ઘરેથી લાવે  અને તેના ઉછેરની જવાબદારી  તેનેજ આપવામાં આવે છે. શાળાના પ્રથમ દિવસે બાળક પ્રથમ પાઠ પર્યાવરણ જતન વિષે ભણે છે.

શિક્ષણ દ્વારા માનવ મનનું ખેડાણ થાય છે. ત્યારે આ શાળાના બાળકોને પ્રથમ દિવસે જ જવાબદારી સોંપાય છે તે કેટલી ઉમદા છે. જીવનનો સૌથી મોટો પાઠ એટલે વૃક્ષ, વૃક્ષ સંત જેવા છે. શાળાના બાળકોને માત્ર શિક્ષણની જરૃર નથી. તેને સારા સંસ્કાર આપવા શિક્ષણ કરતા પણ વધુ મહત્વનો છે. શાળાના આચાર્ય સતીશ પ્રજાપતિ  જણાવે છે કે વર્ષ 2017 થી તેઓ આ એક બાળ એક  છોડ ના વિચારને અમલમાં મુક્યો છે અને શિક્ષક દ્વારા શાળામાં દરેક બાળકને એક વૃક્ષની જવાબદારી અપાઇ છે.ઉપરાંત જે શિક્ષકમિત્ર નો જન્મદિવસ હોય તે દિવસે એક છોડ શાળાને અર્પણ કરે તે પ્રયોગ હાલ ચાલુ હોવાથી શાળાબાગ સુંદર મજાનો ખીલી ઉઠ્યો છે.
આ શાળામાં હાલ લીમડા, ગુલમહોર, નિલગીરી,  વાસ, જેવા 80 વૃક્ષો, જાંબુ, સીતાફળ, જેવા 10 ફળાઉ વૃક્ષો અન કરેણ, બારમાસી, ગલગોટા જેવા ફૂલ છોડ   200 ઔષધીય છોડ તુલસી, મહેદીના છોડ  100 મળીને શાળા પ્રાંગણમાં કુલ 390 ફૂલ છોડ અને વૃક્ષો છે. શાળામાં હવે વધુ ઝાડ વાવા માટે જગ્યા નથી એટલે શિક્ષણ ગણ અને બાળકો દ્વારા ગામમાં ઘેર ઘેર જઇને રસ્તાની આજુબાજુ વૃક્ષ વાવવું અને તેને ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવે છે.ઉપરાંત શાળામાં વેસ્ટ બોટલ માંથી બોટલ ગાર્ડન નું પણ નિર્માણ કરેલ છે.

જે બાળકોને વાવેલુ વૃક્ષ ઉછેર તે બાળકને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આ સાથે તેઓ રક્ષાબંધન ના દિવસે  બાળકો વૃક્ષને રાખડી બાંધી તેને ઉછેરવા માટે પ્રણ લે છે. શાળાના બાળકો પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી કરે છે. બાળ ઘડતર ના  " ચિરંજીવી ગ્રુપ " ના મંત્રી પરમાર ઓમકાર અને સહમંત્રી માનવ તેમજ માર્ગદર્શક શ્રી ગણપતસિંહ જાદવ દ્વારા ફૂલછોડ ના ક્યારા નું તો ક્યાંક વેસ્ટ લોખંડની પાઇપ નો ઉપયોગ કરી તો ક્યાંક  વેસ્ટ બોટલનો અને ટાયરનો ઉપયોગ કરી બગીચાનું  નિર્માણ કરવામાં આવ્યું છે.