GYAN KI PATHSHALA BAKROL
Blog Archive
Saturday, 2 July 2022
Thursday, 13 January 2022
Wednesday, 12 January 2022
Thursday, 26 September 2019
પ્રેરણાદાયક લેખ
પ્રેરણાદાયક લેખ

મોબાઈલ ફોનથી એક અઠવાડિયું દુર રહેલા બાળકોની આ વાત છે. Interesting છે. વાંચજો.
તે દિવસે શાળા છૂટ્યા બાદ પોતપોતાના ઘરે જઈને બાળકોએ જોરશોરથી જાહેરાત કરી કે અમે આજથી એક અઠવાડિયું મોબાઈલને હાથ નથી લગાડવાના. માતા-પિતા તો ખુશખુશ. પણ મનમાં તેઓને હતું કે, એકાદ દિવસમાં જ આ ભૂત ઊતરી જશે. પણ બાળકોને પ્રોત્સાહિત કરવા તેઓએ પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો અને કહ્યું...અરે, વાહ ! શું વાત છે. પણ આમ અચાનક એવું તો શું થયું કે...નો મોબાઈલ ફોન્સ. કેમકે ખાસ તો બિચારી મમ્મીઓ બૂમો પાડી-પાડીને અડધી થઈ જાય પરંતુ મોબાઈલ હાથમાં લીધેલા બાળકની એક મિનિટ...એક મિનિટ કરીને મિનિટો પૂરી જ ન થાય.
વાત ખૂબ સામાન્ય છે. પણ સામાન્ય લાગતી એક નાની અમથી પહેલ કેટલો મોટો બદલાવ લાવી શકે છે તે જાણવા જેવું છે. સુરતમાં પાલ ખાતે આવેલી ભૂલકાં વિહાર સ્કૂલે એક અભિયાન હાથ ધર્યું હતું, પ્રયોગ એકદમ નવો હતો પરંતુ અત્યારના માહૌલ માટે પરફેક્ટ હતો. જે માટે બાળકોને નવ દિવસનો સમય આપવામાં આવ્યો. તા. 5મીથી 13મી જુલાઈ. ત્રીજા ધોરણથી લઈને બારમા ધોરણ સુધી ભણતા બાળકોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. મિશન હતું...Say No To Mobile. શાળાએ પહેલ કરી અને વિદ્યાર્થીઓએ ઉપાડી પણ લીધી.
કદાચ શાળામાં આ મિશન વિશેની વાત ખૂબ સરળ અને સરસ રીતે કરાઈ હશે અને તેથી જ ઘરે આવીને મોટાભાગના બાળકોએ માતા-પિતાને સામેથી કહ્યું કે અમે એક અઠવાડિયું મોબાઈલને હાથ નથી લગાડવાના. નાના બાળકો માટે મોટી સમસ્યા ન હતી કેમકે તેમના માટે તો માતા-પિતાએ જ પ્રયત્ન કરવાનો હતો. મોટા બાળકોમાં સમજદારી હતી અને તેઓએ કામ પુરતો જ મોબાઈલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. સમસ્યા એવા બાળકો માટે હતી કે જેઓ હજી ન તો પુરા પરિપકવ હતા કે ન તો સાવ નિર્દોષ. ધોરણ 6,7,8 અને 9. તેમના માટે શરૂઆત થોડી અઘરી હતી પરંતુ પછી બીજા અને ત્રીજા દિવસથી તેમના વર્તનમાં બદલાવ આવતો જોવા મળ્યો. તેમને જે ફ્રી સમય મળતો હતો તેમાંથી ઘણાંએ ફેમિલી સાથે વાતો શેર કરવાનું શરૂ કર્યું, કેટલાકે મિત્રો સાથે ખુલ્લામાં રમવા જવાનું પસંદ કર્યું, કેટલાકે પેલી માથા પર હથોડા વિંઝતી ગેમ્સમાંથી છૂટકારો મેળવીને ટેલિવિઝન પર ફેમિલી સાથે મનગમતા પ્રોગ્રામ જોવામાં ફ્રી સમય વિતાવ્યો. તો ઘણાંએ તો ડ્રોઈંગ, મહેંદી, કુકિંગ, સાયકલિંગ, વોકિંગથી લઈને શોપિંગ અને સ્વાદની દુનિયાનો આનંદ પણ લીધો. ભલે થોડા સમય માટે પણ માતા-પિતા માટે આ બહુ ખુશીની વાત હતી. બાકી તો માતા-પિતા સાથે ટુ વ્હીલર કે કારમાં નીકળતા ઘણાં બાળકને ભાન જ નથી હોતું કે તેની આસપાસમાં શું બની રહ્યું છે. તે મોબાઈલ ગેમની દુનિયામાં એટલું ઊંડું ખૂપેલું હોય કે ન પૂછો વાત. હા, તેના કારણે તમે ફ્રી રહેતા હતા પણ તમારું બાળક ઘણું ગુમાવતું હતું. પણ...say to no mobileના કારણે હવે બાળકના સવાલોથી તમે સાવ ફ્રી નહોતા પણ તમારું બાળક આનંદમાં દેખાતું હતું. વાતો કરતું હતું. અને દિવસના અંતે તેની થાકથી ઊભરાતી આંખો હવે તમને જોવા નહોતી મળતી. આભાસી દુનિયામાંથી થોડા સમય માટે પણ તેઓને આઝાદી મળી હતી.
ભૂલકાં વિહાર શાળાના 945 બાળકો આ મિશનને તેના ખરા અર્થમાં સર કરી શક્યાં. ભલે સામાન્ય દ્ષ્ટિએ આપણને આ આંકડો બહુ નાનો લાગે પરંતુ મેડનેસ ઓફ મોબાઈલની આ દુનિયામાં આ આંકડો બહુ મોટો છે. તેની સફળતાનો યશ આ શાળાના પ્રિન્સીપાલ મીતાબહેન વકીલ, તમામ શિક્ષક મિત્રો તથા સમગ્ર શાળા પરિવારને જાય છે કે જેઓએ આ પ્રેરણાદાયી મિશન ખૂબ જ ધીરજથી પાર પાડ્યું. એટલું જ નહિં એવા ઘણાં બાળકો હતા જેઓએ આ મિશનમાં ભાગ તો લીધો હતો પરંતુ મોબાઈલના સંપૂર્ણ ઉપયોગથી દુર ન રહી શક્યા હતા પરંતુ ખેલદિલીથી જે બાળકોએ આ વાતનો સ્વીકાર કર્યો તેઓની સચ્ચાઈને પ્રમાણપત્રથી નવાજવામાં પણ આવી.
તારીખની રીતે જોઈએ તો બાળકોની ટાસ્ક તો પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ આજે 13ના બદલે 20 જૂન થઈ પણ SAY NO TO MOBILE MISSION પછી ઘણાં બાળકોમાં જે મુક્તપણું અને પોઝિટીવિટી આવ્યાં છે તે હજી બરકરાર રહ્યાં છે. થેંકસ ટુ ભૂલકાં વિહાર સ્કૂલ. બધાને શેર કરજો જેથી બીજા બાળકોમાં પણ આ બીજ રોપાય
Thursday, 15 August 2019
જ્ઞાનપરબ એક નવતર વિચાર
એક નવતર પ્રયોગ
અમારી જ્ઞાન કી પાઠશાલા બાકરોલ સમયે સમયે નવતર પ્રયોગો અમલ કરતી રહે છે ત્યારે અમારી શાળાના આચાર્યશ્રી ને એક નવીન વિચાર આવતા આજે સ્વાતંત્ર પર્વ નિમિતે એક નવતર પ્રયોગ ખુલ્લો મુકવા જઈ રહી છે. શાળામાં અબોલા પક્ષીઓ ને ચણ ચણવા અને નિરાંતે બેસવા માટે થઇ ચબુતરો બનાવવામાં આવ્યો સાથે બાળકોનાં વાંચન હિતાર્થે એક સૌથી અલગ પ્રયોગ કદાચ કાલોલ તાલુકામાં પ્રથમ બાકરોલ શાળા અમલ કરવાં જઈ રહી છે તે છે " જ્ઞાન પરબ " આ જ્ઞાન પરબ શાળા મેદાનમાં ચબુતરા નીચે કૂંજાના આકારમાં બનાવવામા આવી છે જેમાં હવે પુસ્તકો મુકવામા આવશે.આ પુસ્તકો બાળકો જ્યારે શાળામાં વહેલા આવી જાય, રિસેસ સમય માં ફ્રી પડે ત્યારે તેમજ રવિવારે સવારના સમયમાં આ જ્ઞાન પરબ ખુલ્લી રહેશે ત્યારે તેમાંથી પોતાને મનગમતા પુસ્તકો લઇ વાંચન કરી પોતાના જ્ઞાન માં વધારો કરશે. આ જ્ઞાન પરબ અને ચબુતરા નું ઉદ્દગાટન ગામના પ્રથમ નાગરિક એવા આદરણીય સરપંચસાહેબશ્રી તેમજ તમામ હાજર ગ્રામજનોની અને વ્હાલા બાળકોની ઉપસ્થિતીમાં રીબીન ખોલી કરવામાં આવ્યું હતું. સાથે શાળાના આચાર્યશ્રી એ આ વિચારધારાને કેવી રીતે બાળકો લાભ લેશે તે તમામ ગ્રામજનો ને સમજાવવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર પર્વ ઉજવણી
સ્વાતંત્ર પર્વ ઉજવણી
આજરોજ શાળામાં 73 માં સ્વાતંત્ર પર્વ ની શાનદાર ઉજવણી ક
રવામાં આવી હતી. મોટી સંખ્યા માં ગ્રામજનો ની ઉપસ્થિતિ રહી હતી.શાળા માંથી ચાલુ વર્ષે સુલેખન સ્પર્ધા માં રાષ્ટ્રીય કક્ષાએ પ્રમાણપત્ર મેળવતા બે વિધાર્થીઓ ને સરપંચશ્રી ની હાજરીમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
નવોદય ક્રાંતિ પરિવાર દ્વારા થોડા સમય પહેલાં સ્માર્ટ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જે આજે સ્વાતંત્ર પર્વ નિમિતે ગામના આદરણીય સરપંચસાહેબશ્રી તેમજ શાળા સમિતિ ના અધ્યક્ષશ્રી ને આચાર્યશ્રી એ અર્પણ કર્યો હતો.

અનોખી રક્ષાબંધન ઉજવણી
નીત નવા પ્રયોગો કરતી અમારી જ્ઞાન કી પાઠશાલા નો વધુ એક નવતર પ્રયોગ.
શાળાની દીકરીઓએ ભાઈઓને બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
આ ઉપરાંત આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનું જતન કરવા માટે વિવિધ વૃક્ષોનું પૂજન કરવામાં આવે છે તે જ રીતે શાળાના વૃક્ષોનું કુમકુમ તિલક કંકુ ચોખા કરીને રાખડી બાંધવામાં આવી હતી.... ઠંડી ગરમી
અને વરસાદથી બારેમાસ શાળાના વૃક્ષો બાળકોનું રક્ષણ કરે, શાળાની શોભા તેમજ શાળાના પર્યાવરણનું અભિન્ન અંગ એટલે શાળાના વૃક્ષો. આ વૃક્ષો પ્રત્યે બાળકોમાં પ્રેમ જાગે તેમજ તેમનું રક્ષણ કરતા થાય તેવા આશય સાથે શાળાના બાળકો એ શાળામાં આવેલા વૃક્ષોને રાખડી બાંધીને અનોખો રક્ષાબંધન કાર્યક્રમ ઉજવ્યો હતો.
Subscribe to:
Posts (Atom)