કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના બાળકો ની વિશેષ ઉજવણી "એક બાળ એક છોડ "
ચાલુ વર્ષે એક નવતર પ્રયોગ અમારા બાળકો દ્રારા રક્ષાબંધન ના દિવસે વૃક્ષો ને રાખડી બાંધી મનાવશે તહેવાર.
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળા આમતો હરિયાળી વાતાવરણ ધરાવે જ છે શાળામાં મોટા વૃક્ષ તો ઘણાજ પ્રમાણમાં છે જેના લીધે ઉનાળામાં ક્યારેય ગરમીનો એહસાસ થતો નથી છતાં એક નવતર પ્રયોગ છેલ્લા બે વર્ષથી હાથ ધર્યો છે જે એક બાળ એક છોડ એક નાનકડા પણ ઉત્કૃષ્ટ વિચારો સમગ્ર ગુજરાતના પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત નવી દીશા ચીંધી છે.
ગ્લોબલ ર્વોિંમગ પ્રદૂષણ અને ઓછા વરસાદ સામે શાળાએ જંગ માંડયો છે. શાળામાં પ્રવેશ મેળવનાર દરેક બાળક એક છોડ પોતાના ઘરેથી લાવે અને તેના ઉછેરની જવાબદારી તેનેજ આપવામાં આવે છે. શાળાના પ્રથમ દિવસે બાળક પ્રથમ પાઠ પર્યાવરણ જતન વિષે ભણે છે.
શિક્ષણ દ્વારા માનવ મનનું ખેડાણ થાય છે. ત્યારે આ શાળાના બાળકોને પ્રથમ દિવસે જ જવાબદારી સોંપાય છે તે કેટલી ઉમદા છે. જીવનનો સૌથી મોટો પાઠ એટલે વૃક્ષ, વૃક્ષ સંત જેવા છે. શાળાના બાળકોને માત્ર શિક્ષણની જરૃર નથી. તેને સારા સંસ્કાર આપવા શિક્ષણ કરતા પણ વધુ મહત્વનો છે. શાળાના આચાર્ય સતીશ પ્રજાપતિ જણાવે છે કે વર્ષ 2017 થી તેઓ આ એક બાળ એક છોડ ના વિચારને અમલમાં મુક્યો છે અને શિક્ષક દ્વારા શાળામાં દરેક બાળકને એક વૃક્ષની જવાબદારી અપાઇ છે.ઉપરાંત જે શિક્ષકમિત્ર નો જન્મદિવસ હોય તે દિવસે એક છોડ શાળાને અર્પણ કરે તે પ્રયોગ હાલ ચાલુ હોવાથી શાળાબાગ સુંદર મજાનો ખીલી ઉઠ્યો છે.
આ શાળામાં હાલ લીમડા, ગુલમહોર, નિલગીરી, વાસ, જેવા 80 વૃક્ષો, જાંબુ, સીતાફળ, જેવા 10 ફળાઉ વૃક્ષો અન કરેણ, બારમાસી, ગલગોટા જેવા ફૂલ છોડ 200 ઔષધીય છોડ તુલસી, મહેદીના છોડ 100 મળીને શાળા પ્રાંગણમાં કુલ 390 ફૂલ છોડ અને વૃક્ષો છે. શાળામાં હવે વધુ ઝાડ વાવા માટે જગ્યા નથી એટલે શિક્ષણ ગણ અને બાળકો દ્વારા ગામમાં ઘેર ઘેર જઇને રસ્તાની આજુબાજુ વૃક્ષ વાવવું અને તેને ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવે છે.ઉપરાંત શાળામાં વેસ્ટ બોટલ માંથી બોટલ ગાર્ડન નું પણ નિર્માણ કરેલ છે.
જે બાળકોને વાવેલુ વૃક્ષ ઉછેર તે બાળકને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આ સાથે તેઓ રક્ષાબંધન ના દિવસે બાળકો વૃક્ષને રાખડી બાંધી તેને ઉછેરવા માટે પ્રણ લે છે. શાળાના બાળકો પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી કરે છે. બાળ ઘડતર ના " ચિરંજીવી ગ્રુપ " ના મંત્રી પરમાર ઓમકાર અને સહમંત્રી માનવ તેમજ માર્ગદર્શક શ્રી ગણપતસિંહ જાદવ દ્વારા ફૂલછોડ ના ક્યારા નું તો ક્યાંક વેસ્ટ લોખંડની પાઇપ નો ઉપયોગ કરી તો ક્યાંક વેસ્ટ બોટલનો અને ટાયરનો ઉપયોગ કરી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે.






No comments:
Post a Comment