એક નવતર પ્રયોગ
અમારી જ્ઞાન કી પાઠશાલા બાકરોલ સમયે સમયે નવતર પ્રયોગો અમલ કરતી રહે છે ત્યારે અમારી શાળાના આચાર્યશ્રી ને એક નવીન વિચાર આવતા આજે સ્વાતંત્ર પર્વ નિમિતે એક નવતર પ્રયોગ ખુલ્લો મુકવા જઈ રહી છે. શાળામાં અબોલા પક્ષીઓ ને ચણ ચણવા અને નિરાંતે બેસવા માટે થઇ ચબુતરો બનાવવામાં આવ્યો સાથે બાળકોનાં વાંચન હિતાર્થે એક સૌથી અલગ પ્રયોગ કદાચ કાલોલ તાલુકામાં પ્રથમ બાકરોલ શાળા અમલ કરવાં જઈ રહી છે તે છે " જ્ઞાન પરબ " આ જ્ઞાન પરબ શાળા મેદાનમાં ચબુતરા નીચે કૂંજાના આકારમાં બનાવવામા આવી છે જેમાં હવે પુસ્તકો મુકવામા આવશે.આ પુસ્તકો બાળકો જ્યારે શાળામાં વહેલા આવી જાય, રિસેસ સમય માં ફ્રી પડે ત્યારે તેમજ રવિવારે સવારના સમયમાં આ જ્ઞાન પરબ ખુલ્લી રહેશે ત્યારે તેમાંથી પોતાને મનગમતા પુસ્તકો લઇ વાંચન કરી પોતાના જ્ઞાન માં વધારો કરશે. આ જ્ઞાન પરબ અને ચબુતરા નું ઉદ્દગાટન ગામના પ્રથમ નાગરિક એવા આદરણીય સરપંચસાહેબશ્રી તેમજ તમામ હાજર ગ્રામજનોની અને વ્હાલા બાળકોની ઉપસ્થિતીમાં રીબીન ખોલી કરવામાં આવ્યું હતું. સાથે શાળાના આચાર્યશ્રી એ આ વિચારધારાને કેવી રીતે બાળકો લાભ લેશે તે તમામ ગ્રામજનો ને સમજાવવામાં આવ્યું હતું.

No comments:
Post a Comment