Blog Archive

Friday, 14 September 2018

રાષ્ટ્રભાષા હિન્દી દિવસ

રાષ્ટ્રભાષા હિન્દી દિવસ

September 14, 2018

       માણસ જન્મે છે ત્યારે રડવાનો અવાજ સાથે જન્મ લે છે. જેમ જેમ તે મોટો થતો જાય છે તેમ તે આજુબાજુના વાતાવરણને જાણે છે. તેમ તેમ કોઈને કોઈ રીતે તે તેના વર્તનમાં લાવે છે. એટલે ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી,ભાષા એક ખજાનો છે.જેમાં સંસ્કૃતિનો ખજાનો સચવાઈ રહે છે. ભાષા એ કોઈપણ રાષ્ટ્રના લોકોને જોડતું સૌથી સક્ષમ અને અસરકારક માધ્યમ છે. આજના ટેકનોલોજીયુગમાં અંગેજી ભાષાનું મહત્વ છે.તેમ છતાં આપની માતૃભાષા અને રાષ્ટ્રભાષા ભૂલતા નથી. અને ભૂલતા પણ નથી.

        હિન્દી ભાષા ભારત દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દનો પ્રયોગ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમેં આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિન્દી ભાષા મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. ખાસ કરીને તેમાં ફારસી શબ્દોનો સમાવેશ થાય છે.

        ભારતમાં વિવિધતામાં એકતા છે. ભરત દેહમાં દરેક રાજ્યની બોલી,રીતરીવાજ,પહેરવેશ અને ધર્મ જુદા છે,પણ આ વિવિધતામાં એકતા ભારતમાં જોવા મળે છે. હિન્દી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતમાં બોલાય છે. હિન્દી ભાષા એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે.

        ભારતની બંધારણ સભાએ ૧૪મી સપ્ટેમ્બર ૧૯૪૯ના દિવસે તેને અધિકૃત ભાષા તરીકે જાહેર કરી હતી. ભારતીય બંધારણની ૧૭ માં અનુચ્છેદ ૩૪૩(૧)માં વર્ણન કરવામાં આવ્યું છે.અને ત્યારથી દર વર્ષે આ દિવસ હિન્દી તરીકે ઉજવાય છે. દેવનાગરી  લિપિ સાથે રાષ્ટ્રભાષા તરીકે તેનો સ્વીકાર થયો છે.વિશ્વમાં ચીની ભાષા પછી સૌથી વધારે બોલાતી ભાષા હિન્દી છે. ભારતમાં અને વિદેશમાં કુલ ૬૦ કરોડથી પણ વધારે લોકો હિન્દી બોલે છે,વાંચે છે અથવા લખે છે. વિદેશોમાં અભ્યાસક્રમોમાં તથા યુનિવર્સિટીઓમાં હિન્દીનો સમાવેશ કર્યો છે.પરંતુ આપણા દેશમાં તેની બાદબાકી થાય છે.

          વિશ્વ હિન્દી દિવસ ઉજવણીનો ઉદ્દેશ્ય હિન્દી ભાષાના પ્રચાર – પ્રસાર દ્વારા જાગૃતિ કેળવવાનો છે. આંતરરાષ્ટ્રીય ભાષા  તરીકે રજુ કરવાનો છે. ગાંધીજીએ હિન્દી ભાષાને ‘ એકતાની ભાષા’ કહી છે.

           હિંદી (દેવનાગરી: हिन्दी, IAST: Hindī) એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની  રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદ્દભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દૂ ભગીની ભાષાઓ કહેવાય છે, કારણકે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.

        હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. ૨૬જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરરજો આપવામાં આવ્યો.

         ચીની ભાષા પછી હિંદી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે(સંદર્ભ આપો). ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરિશયસ, ગુયાના, સુરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે (જો કે તે હિંદી ભારતમાં બોલાતી હિંદી કરતા જુદી છે).

        હિંદી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિક રૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.

હિંદી ભાષાની બોલીઓમાં મુખ્ય બોલીઓ નીચે મુજબ છે -

અવધી ભાષા, વ્રજ ભાષા, કનૌજી ભાષા, બુંદેલી ભાષા, બઘેલી ભાષા, ભોજપુરી ભાષા, હરીયાણવી ભાષા, રાજસ્થાની ભાષા, છત્તીસગઢી ભાષા, માળવી ભાષા, મૈથિલી ભાષા, વજ્જિકા ભાષા, મગહી ભાષા, ઝારખંડી ભાષા, કુમાઉની ભાષા વગેરે

            હિંદી ઇન્ડો-યુરોપીયન ભાષાના સમૂહમાં આવે છે. ઇન્ડો-ઇરાનીયન શાખાની ઇન્ડો-આર્યન ઉપશાખામાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી ભાષાઓ ઇન્ડો-આર્યન ગણવામાં આવે છે. ઉર્દૂ, કશ્મીરી, બંગાળી, ઉડિયા, પંજાબી, રોમાની, મરાઠી જેવી ભાષાઓ ઇન્ડો-આર્યન ભાષાઓ છે.

ઇતિહાસ ક્રમ ........

૭૫૦ બી. સી. (ઈ.સ. પૂર્વ)-

           સંસ્કૃત ભાષાનો વૈદિક સંસ્કૃત પછી ક્રમબદ્ધ વિકાસ.

૫૦૦ બી. સી. -

             બૌદ્ધ તથા જૈન પ્રાકૃત ભાષા નો વિકાસ (પૂર્વ ભારત).

૪૦૦ બી. સી. - પાણિનીએ સંસ્કૃત વ્યાકરણ લખ્યું (પશ્ચિમ ભારત).
સંસ્કૃતનો વિકાસ

૩૨૨ બી. સી. - મૌર્યોં દ્વારા બ્રાહ્મી લિપિનો વિકાસ

૨૫૦ બી. સી. - આદિ સંસ્કૃતનો વિકાસ

૩૨૦ એ. ડી. (ઈસવી)- ગુપ્ત અથવા સિદ્ધ માત્રિકા લિપિનો વિકાસ.
અપભ્રંશ તથા આદિ હિંદી નો વિકાસ

૪૦૦ - કાલીદાસે "વિક્રમોર્વશીયમ્" અપભ્રંશમાં લખી.

૫૫૦ - વલ્લભીના દર્શનમાં અપભ્રંશનો પ્રયોગ.

૭૬૯ - સિદ્ધ સારહપદે (જેને હિન્દીના પહેલા કવિ માનવામાં આવે છેં) "દોહાકોશ" લખી.

૭૭૯ - ઉદયોતન સુરીની "કુવલયમલ"માં અપભ્રંશનો પ્રયોગ

૮૦૦ - સંસ્કૃતમાં ઘણી રચનાઓ લખવામાં આવી

૯૯૩ - દેવસેનની "શવકચર" (કદાચ હિન્દીનું પહેલું પુસ્તક)

૧૧૦૦ - આધુનિક દેવનાગરી લિપિનો પહેલું સ્વરૂપ

૧૧૪૫-૧૨૨૯ - હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણની રચના કરી
અપભ્રંશનો અસ્ત તથા આધુનિક હિંદીનો વિકાસ

૧૨૮૩ - આમિર ખ઼ુસરોની "પહેલી" તથા "મુકરિસ" માં "હિન્દવી" શવ્દ નો સર્વપ્રથમ ઉપયોગ

૧૩૭૦ - "હંસવાલી" દ્વારા પ્રેમ કથાઓં ની શુરુઆત

૧૩૯૮-૧૫૧૮ - કબીરની રચનાઓ

૧૪૦૦-૧૪૭૯ - અપભ્રંશના છેલ્લા મહાન કવિ રઘુ

૧૪૫૦ - રામાનન્દની સાથે "સગુણ ભક્તી"ની શુરુઆત

૧૫૮૦ - "કાલમિતુલ હાકાયત્" બુર્હનુદ્દિન જનમ દ્વારા

૧૫૮૫ - નવલદાસે "ભક્તામલ" લખી.

૧૬૦૧ - બનારસીદાસે ને હિન્દીની પહેલી આત્મકથા "અર્ધ કથાનક્" લખી.

૧૬૦૪ - ગુરુ અર્જુન દેવે ઘણા કવિઓંની રચનાઓંનું સંકલન "આદિ ગ્રન્થ" બહાર પાડયું

૧૫૩૨ -૧૬૨૩ તુલસીદાસે "રામચરિત માનસ" ની રચના કરી.

૧૬૨૩ - જાટમલે "ગોરા બાદલ કી કથા" લખી.

૧૬૪૩ - રામચન્દ્ર શુક્લાએ "રીતિ" થી કાવ્યની શરૂઆત કરી

૧૬૪૫ - ઉર્દૂની શરૂઆત.આધુનિક હિંદી

૧૭૯૬ - દેવનાગરી રચનાની શરૂઆતની છાપણી

૧૮૨૬ - "ઉદન્ત માર્તણ્ડ" હિંદીનું પહેલુ સાપ્તાહિક

૧૮૩૭ - ઓમ્ જય જગદીશ" ના રચયિતા પુલ્લોરીનો જન્મ

૧૯૫૦ - હિંદી ભારતની રાજભાષાના રૂપમાં સ્થાપિત

૨૦૦૦- - આધુનિક હિંદીનો આંતર્રાષ્ટ્રીય વિકાસ

                                           .....  સંકલિત....

                             રાષ્ટ્રભાષા  હિન્દી દિવસ .....

No comments:

Post a Comment